રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં ચાણક્ય સંરક્ષણ સંવાદ 2025- CDD 2025ના ત્રીજા સંસ્કરણના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરશે. બે દિવસીય આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો સંરક્ષણ સુધારાઓ, ટેકનોલોજીકલ પરિવર્તન, નાગરિક-લશ્કરી એકીકરણ અને 2047 સુધીમાં વિકસિત ભારત માટે ભારતની ઉભરતી સુરક્ષા પ્રાથમિકતાઓ પર ચર્ચા કરશે. CDD-2025 “પરિવર્તન માટે સુધારા: મજબૂત, સુરક્ષિત અને વિકસિત ભારત” થીમ હેઠળ યોજાઈ રહ્યું છે.
આ અગાઉ, CDD-2025 અંતર્ગત ભારતીય સેનાએ 31 ઓક્ટોબર 2025 ના રોજ યુવાનોમાં વ્યૂહાત્મક જાગૃતિ વધારવા યંગ લીડર્સ ફોરમનું આયોજન કર્યું હતું.
Site Admin | નવેમ્બર 27, 2025 7:13 એ એમ (AM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં ચાણક્ય સંરક્ષણ સંવાદ 2025- CDD 2025ના ત્રીજા સંસ્કરણના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરશે