નવેમ્બર 27, 2025 6:28 એ એમ (AM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ઓડિશા અને ઉત્તર પ્રદેશના બે દિવસના પ્રવાસે ભુવનેશ્વર જવા રવાના થશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ઓડિશા અને ઉત્તર પ્રદેશના બે દિવસના પ્રવાસે ભુવનેશ્વર જવા રવાના થશે. રાષ્ટ્રપતિ આજે ભુવનેશ્વરમાં ઓડિશા વિધાનસભાના સભ્યોને સંબોધિત કરશે. આવતીકાલે તેઓ લખનૌમાં બ્રહ્માકુમારી મેડિટેશન ફોર ગ્લોબલ યુનિટી એન્ડ ફેથમાં અને ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઇડ્સના ડાયમંડ જ્યુબિલીના સમાપન સમારોહમાં હાજરી આપશે. તેઓ 19મી રાષ્ટ્રીય જાંબોરીને પણ સંબોધિત કરશે.