ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 20, 2025 7:52 પી એમ(PM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશના વિકાસ અને આદિવાસી સમુદાયના વિકાસને એકબીજાના પૂરક ગણાવ્યાં.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે દેશનો વિકાસ અને આદિવાસી સમુદાયોનો વિકાસ એકબીજાના પૂરક છે. આજે છત્તીસગઢના અંબિકાપુરમાં આદિવાસી ગૌરવ દિવસ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે આદિવાસી સમુદાયોનું યોગદાન ભારતના ઇતિહાસમાં એક ગૌરવપૂર્ણ પ્રકરણ છે. તેમણે કહ્યું કે આદિવાસી સંસ્કૃતિ આપણો વારસો અને ઓળખ છે, અને તેનું જતન કરવું આપણી ફરજ છે.
આ સમારોહ રાષ્ટ્રપતિએ આદિવાસી સમુદાયના નેતાઓ તેમજ આદિવાસી ક્રાંતિકારીઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારોનું સન્માન કર્યું. તેમણે આદિવાસી ગૌરવ દિવસ ઉજવણીના ભાગ રૂપે આયોજિત લોકનૃત્ય સ્પર્ધાઓના વિજેતાઓનું પણ સન્માન કર્યું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.