રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ જળ વ્યવસ્થાપન ક્ષેત્રે અદ્વિતીય કામગીરી બદલ ગુજરાતને રાષ્ટ્રીય જળ પુરસ્કારમાં બીજા ક્રમાંકનો પુરસ્કાર એનાયત કર્યો. નવી દિલ્હી ખાતે સુશ્રી મુર્મૂએ આજે છઠ્ઠા રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2024 અને પ્રથમ જળસંચય જનભાગીદારી પુરસ્કાર એનાયત કર્યા. રાષ્ટ્રપતિનાં હસ્તે બનાસ ડેરીને “રાષ્ટ્રીય જળ પુરસ્કાર” એનાયત કરાયો. ઍશિયાની સૌથી મોટી બનાસ ડેરીને જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન ક્ષેત્રે અદ્વિતીય યોગદાન બદલ મળેલો આ પુરસ્કાર ડેરીના અધ્યક્ષ શંકર ચૌધરીએ સ્વીકાર્યો.
આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે સુરત મહાપાલિકાને “વરસાદી પાણીના સંગ્રહ – કૅચ ધ રૅઈન” હેઠળ કરાયેલા કામ બદલ જળસંચય જનભાગીદારી 1.O પુરસ્કાર એનાયત કર્યો. મહાપાલિકાનાં કમિશનર શાલિની અગ્રવાલ, મેયર દક્ષેશ માવાણી સહિતના મહાનુભાવોએ આ પુરસ્કાર સ્વીકાર્યો.
Site Admin | નવેમ્બર 18, 2025 7:26 પી એમ(PM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે ગુજરાતને બીજા ક્રમાંકનો રાષ્ટ્રીય જળ પુરસ્કાર એનાયત.