રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે બોત્સ્વાનામાં ભારતીય સમુદાયના સભ્યોને સંબોધન કર્યું. સુશ્રી મુર્મૂએ બોત્સવાનામાં પ્રવાસી ભારતીયોને બંને દેશ વચ્ચેની મિત્રતાના જીવંત સેતુ ગણાવ્યા. રાષ્ટ્રપતિએ દિલ્હીમાં તાજેતરના આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પરિવારો અને મિત્રો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. આ હુમલામાં જીવ ગુમાવનારાઓની યાદમાં એક મિનિટનું મૌન પણ પાળવામાં આવ્યું.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે પ્રોજેક્ટ ચિત્તા હેઠળ ભારતમાં સ્થાનાંતરણ માટે બોત્સ્વાના દ્વારા ચિત્તાઓનું પ્રતીકાત્મક સોંપણી જોઈ. ગેબોરોન નજીકના નેચર રિઝર્વ ખાતે આ કાર્યક્રમમાં બોત્સ્વાના રાષ્ટ્રપતિ ડુમા બોકો પણ હાજર હતા. મૂળ ઘાંઝીના રહેવાસી, પકડાયેલા ચિત્તાઓને ભારત અને બોત્સ્વાનાના નિષ્ણાતો દ્વારા મોકોલોડી નેચર રિઝર્વ ખાતે ક્વોરેન્ટાઇન સુવિધામાં મુક્ત કરવામાં આવ્યા હતા. આ બોત્સ્વાના દ્વારા ભારતને ચિત્તાઓનું પ્રતીકાત્મક દાન છે.
ચિત્તાઓ ભારતમાં સ્થાનાંતરિત થાય તે પહેલાં થોડા સમય માટે ક્વોરેન્ટાઇન સુવિધામાં રહેશે. બોત્સ્વાના ભારતમાં ચિત્તાઓની વસ્તીના પુનર્જીવનમાં મદદ કરવા માટે આઠ ચિત્તા ભારતને દાન કરશે.