નવેમ્બર 9, 2025 7:54 પી એમ(PM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લુઆન્ડામાં અંગોલાના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી – અનેક સમજૂતી કરાર કર્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લુઆન્ડામાં અંગોલાના રાષ્ટ્રપતિ જોઆઓ લોરેન્કો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી. આ અગાઉ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું લુઆન્ડામાં રાષ્ટ્રપતિ ભવનમાં ભવ્ય સ્વાગત અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. બંને નેતાઓએ ભારત અને અંગોલા વચ્ચે બહુપક્ષીય ભાગીદારીને વધુ મજબૂત બનાવવાના માર્ગો પર વ્યાપક ચર્ચા કરી.
રાષ્ટ્રપતિએ ઘણા ક્ષેત્રોમાં ભારતની કુશળતા પર પ્રકાશ પાડ્યો અને પરસ્પર વિકાસ અને સમૃદ્ધિ માટે આ તકોનો લાભ લેવા માટે અંગોલા સાથે નજીકથી કામ કરવાની તૈયારી વ્યક્ત કરી.
ટકાઉ વિકાસ પ્રત્યે અંગોલાની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરતા, રાષ્ટ્રપતિ મુર્મુએ ભારતની આગેવાની હેઠળની બે મુખ્ય વૈશ્વિક પહેલ – ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ અને ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સમાં જોડાવા બદલ અંગોલાને અભિનંદન આપ્યા. બંને પક્ષો પસંદગીના ક્ષેત્રોમાં સહયોગને ઔપચારિક બનાવવા માટે અનેક સમજૂતી કરારો પર હસ્તાક્ષર કરવાના છે. હવાઈ સેવાઓ કરારને વધુ વિકસાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો.
દરમ્યાન રાષ્ટ્રપતિએ પત્રકાર પરિષદમાં કહ્યું કે તેઓ અંગોલાની સ્વતંત્રતાની ૫૦મી વર્ષગાંઠ નિમિત્તે લુઆન્ડામાં આવીને ખુશ છે. 140 કરોડ ભારતીયો વતી, તેમણે અંગોલાને તેની સ્વતંત્રતાની 50મી વર્ષગાંઠ અને આફ્રિકન યુનિયનના અધ્યક્ષપદની શુભેચ્છાઓ પાઠવી.