રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી અંગોલા અને બોત્સ્વાનાની મુલાકાતે જશે. આ બે આફ્રિકન દેશોની ભારતીય રાષ્ટ્રપતિની આ પહેલી મુલાકાત હશે. 13મી નવેમ્બર સુધી ચાલનારી આ મુલાકાત દરમિયાન, રાષ્ટ્રપતિ મુર્મુ તેમના સમકક્ષો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે, તેમની સંબંધિત સંસદોને સંબોધિત કરશે અને ભારતીય સમુદાય સાથે વાતચીત કરશે.શ્રીમતી મુર્મુ 11 નવેમ્બરે અંગોલાના પચાસમા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે. આ મુલાકાતનો હેતુ હાલના દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરવાનો અને ભવિષ્યમાં સહયોગ માટે નવી તકો શોધવાનો છે. મુલાકાત દરમિયાન, વેપાર, રોકાણ, સંરક્ષણ, આરોગ્ય, માળખાગત સુવિધાઓ અને પરસ્પર સંબંધોને મજબૂત બનાવવા પર ચર્ચા થશે. બોત્સ્વાનામાં પ્રોજેક્ટ ચિત્તા પર પણ ચર્ચા થવાનું છે.
Site Admin | નવેમ્બર 8, 2025 8:33 એ એમ (AM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી અંગોલા અને બોત્સ્વાનાની મુલાકાતે જશે