નવેમ્બર 2, 2025 8:39 એ એમ (AM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ત્રણ દિવસ ઉત્તરાખંડની મુલાકાતે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ત્રણ દિવસ ઉત્તરાખંડની મુલાકાતે જશે. રાષ્ટ્રપતિ આજે હરિદ્વાર ખાતે પતંજલિ યુનિવર્સિટીના બીજા દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. આવતીકાલે, રાષ્ટ્રપતિ મુર્મુ ઉત્તરાખંડ રાજ્યની રજત જયંતિ નિમિત્તે દહેરાદૂનમાં ઉત્તરાખંડ વિધાનસભાને સંબોધિત કરશે. તેઓ નૈનીતાલમાં રાજભવનની સ્થાપનાના 125 વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં પણ હાજરી આપશે. મંગળવારે, રાષ્ટ્રપતિ કૈંચી ધામ ખાતે નીમ કરોલી બાબાના આશ્રમની મુલાકાત લેશે. બાદમાં, તેઓ નૈનીતાલમાં કુમાઉ યુનિવર્સિટીના 20મા દીક્ષાંત સમારોહમાં પણ હાજરી આપશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.