ઓક્ટોબર 27, 2025 2:10 પી એમ(PM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને તમામ દેશવાસીઓને છઠ્ઠ પૂજાની શુભેચ્છાઓ પાઠવી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને તમામ દેશવાસીઓને છઠ્ઠ પૂજાની શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિ મુર્મુએ આશા વ્યક્ત કરી કે આ તહેવાર દરેકના જીવનમાં ખુશી અને સમૃદ્ધિ લાવે અને પર્યાવરણ સંરક્ષણની પ્રેરણા આપે.
ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને આ તહેવારને કુદરતી સંતુલન, સામાજિક એકતા અને આધ્યાત્મિક ઉર્જાનું પ્રતીક ગણાવતા છઠ્ઠી મૈયા દરેકના જીવનમાં ખુશી, સમૃદ્ધિ અને નવી ઉર્જાનો સંચાર કરે તેવી કામના કરી હતી.