ઓક્ટોબર 23, 2025 2:08 પી એમ(PM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, વિકસિત ભારતના સંકલ્પને પ્રાપ્ત કરવા સમાજના દરેક વર્ગ માટે સમાન તક જરૂરી છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભાર મૂક્યો છે કે વિકસિત ભારતના વિઝનને પ્રાપ્ત કરવા માટે સમાજના દરેક વર્ગ માટે, ખાસ કરીને સૌથી નબળા અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગ માટે સમાન તકો જરૂરી છે. સુશ્રી મુર્મુએ કેરળના રાજભવન ખાતે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કેઆર નારાયણનની પ્રતિમાના અનાવરણ પછી સભાને સંબોધતા આ મુજબ જણાવ્યું.
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કે.આર. નારાયણને આપેલા યોગદાન પર પ્રકાશ પાડતા સુશ્રી મુર્મુએ કહ્યું, તેમણે પ્રામાણિકતા, કરુણા અને ઉચ્ચ લોકશાહીની ભાવનાનો વારસો આપ્યો છે. તેમણે કહ્યું કે, શ્રી નારાયણને રાષ્ટ્ર નિર્માણ અને વધુ સમાવેશી દેશને આકાર આપવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. તેમણે ઉમેર્યું, કે.આર. નારાયણન દ્રઢપણે માનતા હતા કે શિક્ષણ એ સભ્યતાનો પાયો છે અને તે કોઈપણ સમાજના વિકાસ માટે જરૂરી છે.