ઓક્ટોબર 21, 2025 1:22 પી એમ(PM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી કેરળના ચાર દિવસના પ્રવાસ દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે કેરળના ચાર દિવસના પ્રવાસે તિરુવનંતપુરમ પહોંચશે. આવતીકાલે રાષ્ટ્રપતિ સબરીમાલા મંદિરના દર્શને જશે. સુશ્રી મુર્મુ ગુરુવારે તિરુવનંતપુરમ ખાતે રાજભવનમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કે. આર. નારાયણનની પ્રતિમાનું અનાવરણ કરશે.
રાષ્ટ્રપતિ શ્રી નારાયણ ગુરુ સમાધિના શતાબ્દી સમારોહમાં પણ હાજરી આપશે. આ ઉપરાંત, પાલામાં સેન્ટ થોમસ કોલેજ અને એર્નાકુલમમાં સેન્ટ ટેરેસા કોલેજના કાર્યક્રમોમાં પણ ભાગ લેશે.