રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ગુજરાતને સમગ્ર દેશમાં “પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહા અભિયાન” હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ “બેસ્ટ પર્ફૉર્મિન્ગ રાજ્ય” તરીકેનો પુરસ્કાર એનાયત કર્યો છે. નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિશ્રીની અધ્યક્ષતામાં આદિ કર્મયોગી અભિયાન અંગે યોજાયેલા રાષ્ટ્રીય સંમેલનમાં ગઈકાલે તેમણે આ પુરસ્કાર ગુજરાતને આપ્યો હતો.
આ અભિયાન હેઠળ બેસ્ટ પર્ફોર્મિંગ જિલ્લા તરીકે નવસારીની પસંદગી થઈ છે. જ્યારે વલસાડ, સુરત, ભરૂચ અને તાપીને ટૉપ પર્ફોર્મિંગ જિલ્લા તરીકે પુરસ્કાર મળ્યો છે. તો બેસ્ટ પર્ફોર્મિંગ સંકલિત આદિજાતિ વિકાસ સંસ્થાઓ – ITDAS તરીકે છોટાઉદેપુર અને દાહોદને પસંદ કરાયા છે. જ્યારે ધરતી આબા અભિયાનમાં ટોચના પર્ફોર્મિંગ જિલ્લામાં ડાંગ અને દાહોદનો સમાવેશ કરાયો છે.
Site Admin | ઓક્ટોબર 18, 2025 7:58 પી એમ(PM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ગુજરાતને “પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહા અભિયાન” હેઠળ શ્રેષ્ઠ કામગીરી બદલ પુરસ્કાર આપ્યો
