ઓક્ટોબર 17, 2025 8:04 પી એમ(PM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે આદિ કર્મયોગી અભિયાન દરેક આદિવાસી ગામને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્યથી શરૂ કરાયું.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે આદિ કર્મયોગી અભિયાન દરેક આદિવાસી ગામને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવ્યું છે.
આજે નવી દિલ્હીમાં આદિ કર્મયોગી અભિયાન પર રાષ્ટ્રીય પરિષદને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે આ અભિયાન દ્વારા એ સુનિશ્ચિત કરવામાં આવશે કે આદિવાસી સમુદાયો રાષ્ટ્રીય વિકાસની યાત્રામાં ભાગીદાર બને અને વિકાસના લાભો આદિવાસી વિસ્તારો સુધી પણ પહોંચે. આ પરિષદનું આયોજન આદિવાસી બાબતોના મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતું. આ પરિષદ “આદિવાસી ગામ વિઝન 2030” પર કેન્દ્રિત હતી – વિચારોથી અમલીકરણ સુધી.
આ કાર્યક્રમમાં કેન્દ્રીય આદિવાસી બાબતોના મંત્રી જુઆલ ઓરામ, આદિવાસી બાબતોના રાજ્યમંત્રી, કેન્દ્રીય અને રાજ્ય સચિવો, જિલ્લા મેજિસ્ટ્રેટ, માસ્ટર ટ્રેનર્સ અને દેશભરના આદિ સહયોગી પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.