રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે, સહિયારો સાંસ્કૃતિક વારસો અને લોકશાહી મૂલ્યો ભારત-મંગોલિયા સંબંધોનો પાયો છે. ગઈકાલે રાષ્ટ્રપતિ ભવનમાં મંગોલિયાના રાષ્ટ્રપ્રમુખ ખુરેલસુખ ઉખના અને તેમના પ્રતિનિધિમંડળનું સ્વાગત કરતા રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે, ભારત અને મોંગોલિયા વ્યૂહાત્મક ભાગીદારો, ત્રીજા પડોશી અને આધ્યાત્મિક પડોશી છે. તેમણે કહ્યું કે, છેલ્લા 25 વર્ષોમાં, ભારતે મંગોલિયામાં વિવિધ સાંસ્કૃતિક પ્રોજેક્ટ્સ હાથ ધર્યા છે, જેમાં બૌદ્ધ મઠોના પુનઃસ્થાપન અને પ્રાચીન હસ્તપ્રતોનું પુનઃમુદ્રણનો સમાવેશ થાય છે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, સાંસ્કૃતિક વિનિમય કાર્યક્રમ પરના એમઓયુ સાંસ્કૃતિક વિનિમયને વધુ પ્રોત્સાહન આપવા માટે એક મજબૂત પાયો પૂરો પાડશે. તેમણે કહ્યું, ભારત મંગોલિયા સાથે તેના વિકાસ અને ક્ષમતા નિર્માણ ભાગીદારીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. બેઠક દરમિયાન, બંને નેતાઓ સંમત થયા કે બંને દેશોના લોકોને લાભદાયક સહકારના નવા અને સમકાલીન પરિમાણો ઉમેરીને બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધુ વિસ્તૃત કરાશે. રાષ્ટ્રપતિએ મંગોલિયન રાષ્ટ્રપ્રમુખના માનમાં ભોજન સમારંભનું પણ આયોજન કર્યું.
Site Admin | ઓક્ટોબર 15, 2025 7:57 એ એમ (AM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું – સહિયારો સાંસ્કૃતિક વારસો અને લોકશાહી મૂલ્યો ભારત-મંગોલિયા સંબંધોનો પાયો
