રાજ્યનાં પ્રવાસે પધારેલાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે જુનાગઢનાં પ્રવાસ દરમિયાન સાસણગીરમાં સિંહ દર્શન કર્યા. સાસણ નજીક ભાલછેલ હૅલિપેડ ખાતે વન અને પર્યાવરણ મંત્રી મુળૂભાઈ બેરા સહિતના મહાનુભાવોએ સુશ્રી મુર્મૂને પુષ્પગુચ્છ આપી સુશ્રી મુર્મૂનું સ્વાગત કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ રાજ્યનાં ત્રણ દિવસનાં પ્રવાસે ગઈકાલે સાંજે રાજકોટ પહોંચ્યાં હતાં. આજે સવારે તેમણે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં જળાભિષેક કરી સોમેશ્વર મહાપૂજા અને ધ્વજાપૂજા કરી હતી.