રાજ્યનાં ત્રણ દિવસનાં પ્રવાસે આવેલાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શન કર્યાં. રાષ્ટ્રપતિએ સોમનાથ મહાદેવને જળાભિષેકની સાથે સોમેશ્વર મહાપૂજા અને ધ્વજાપૂજા કરી હતી. પ્રવાસન મંત્રી મુળૂભાઈ બેરા, જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા કલેક્ટર સહિતના મહાનુભાવોએ સુશ્રી મુર્મૂનું સ્વાગત કર્યું હતું. મંદિર પરિસરમાં સુશ્રી મુર્મૂએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ પણ અર્પણ કરી.
હવે તેઓ સાસણ જશે, જ્યાં તેઓ સિંહદર્શન કરશે. સુશ્રી મુર્મૂ સાસણની મુલાકાત દરમિયાન ગીરમાં રહેતા આદિવાસી સમુદાયના લોકો સાથે પણ મુલાકાત કરશે. તેઓ સાસણમાં જ રાત્રિરોકાણ કરશે.
Site Admin | ઓક્ટોબર 10, 2025 4:30 પી એમ(PM)
રાજ્યનાં ત્રણ દિવસનાં પ્રવાસે આવેલાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શન કર્યાં.
