ઓક્ટોબર 9, 2025 7:34 પી એમ(PM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી ત્રણ દિવસ રાજ્યનાં પ્રવાસે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી ત્રણ દિવસ રાજ્યનાં પ્રવાસે છે. આજે રાજકોટમાં રાત્રિ રોકાણ કર્યાં બાદ આવતીકાલે સુશ્રી મુર્મૂ સોમનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરશે. ત્યારબાદ તેઓ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની પણ મુલાકાત લેશે અને સાસણગીરમાં સ્થાનિક આદિવાસી સમુદાયના લોકો સાથે સંવાદ કરશે.
શનિવારે 11 તારીખે સુશ્રી મુર્મૂ દેવભૂમિદ્વારકાના સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરમાં દર્શન અને આરતી કરશે. ત્યારબાદ તેઓ અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠના 71-મા પદવીદાન સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે.