ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 9, 2025 3:54 પી એમ(PM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી 11 તારીખ સુધી રાજ્યનાં ત્રણ દિવસના પ્રવાસે આવશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી 11 તારીખ સુધી રાજ્યનાં ત્રણ દિવસના પ્રવાસે આવશે. આજે સાંજે તેઓ રાજકોટ પહોંચશે. આવતીકાલે સુશ્રી મુર્મૂ સોમનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરશે. ત્યારબાદ તેઓ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની પણ મુલાકાત લેશે અને સાસણગીરમાં સ્થાનિક આદિવાસી સમુદાયના લોકો સાથે વાતચીત કરશે.
11 તારીખે સુશ્રી મુર્મૂ દેવભૂમિ દ્વારકાના દ્વારકાધીશ મંદિરમાં દર્શન અને આરતી કરશે. તેઓ અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠના 71-મા પદવીદાન સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે.