ઓક્ટોબર 6, 2025 1:28 પી એમ(PM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે વર્ષ 2022-2023 માટે MY Bharat – રાષ્ટ્રીય સેવા યોજના (NSS) પુરસ્કારો અર્પણ કર્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે વર્ષ 2022-2023 માટે MY Bharat – રાષ્ટ્રીય સેવા યોજના (NSS) પુરસ્કારો અર્પણ કર્યા.
તેમણે NSS એકમો અને તેમના કાર્યક્રમ અધિકારીઓ અને NSS સ્વયંસેવકોને 40 પુરસ્કારો અર્પણ કર્યા. યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દર વર્ષે સમુદાય સેવા અને રાષ્ટ્ર નિર્માણમાં NSS સ્વયંસેવકો, એકમો અને કાર્યક્રમ અધિકારીઓના અસાધારણ યોગદાનને માન્યતા આપવા માટે રાષ્ટ્રીય સેવા યોજના પુરસ્કાર એનાયત કરે છે.
આ પ્રસંગે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા પણ હાજર રહ્યા હતા.