રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અલ્હાબાદ વડી અદાલતમાં 24 ન્યાયાધીશોની નિમણૂક કરી છે. જેમાં વરિષ્ઠ વકીલો વિવેક સરન, ગરિમા પ્રસાદ અને સુધાંશુ ચૌહાણનો સમાવેશ થાય છે.આ ઉપરાંત, હિમાચલ પ્રદેશ વડી અદાલતમાં બે ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે કર્ણાટક વડી અદાલતમાં એક કાયમી ન્યાયાધીશ અને ત્રણ વધારાના ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂકો મુખ્ય ન્યાયાધીશ સાથે પરામર્શ કર્યા પછી કરવામાં આવી હતી.
Site Admin | સપ્ટેમ્બર 27, 2025 8:50 એ એમ (AM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અલ્હાબાદ વડી અદાલતમાં 24 ન્યાયાધીશોની નિમણૂક કરી