સપ્ટેમ્બર 26, 2025 2:09 પી એમ(PM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ભૂ-વિજ્ઞાન પુરસ્કાર 2024 એનાયત કર્યા.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય ભૂ-વિજ્ઞાન પુરસ્કારો 2024 એનાયત કર્યા. રાષ્ટ્રીય ભૂ-વિજ્ઞાન પુરસ્કાર ભૂ-વિજ્ઞાન ક્ષેત્રે દેશના સૌથી જૂના અને સૌથી પ્રતિષ્ઠિત સન્માનોમાંનો એક છે.
પુરસ્કાર વિજેતાઓને અભિનંદન આપતા સુશ્રી મુર્મુએ કહ્યું કે, આ પુરસ્કારો ભૂ-વિજ્ઞાન ક્ષેત્રે તેમની પ્રતિબદ્ધતા, નવીનતા અને શ્રેષ્ઠતાને માન આપવા માટે આપવામાં આવે છે. તેમણે તેના પર પણ ભાર મૂક્યો કે ખનિજોએ માનવ સભ્યતાના વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવી છે અને ઉદ્યોગો માટે પાયો નાખ્યો છે. રાષ્ટ્રપતિએ ઉમેર્યું કે કોલસા અને લોખંડ વિના ઔદ્યોગિકીકરણની કલ્પના કરી શકાતી નથી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.