રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ઉત્તર પ્રદેશના વૃંદાવનની મુલાકાત લીધી. તેઓ સફદરજંગ રેલવે મથકથી એક વિશેષ ટ્રેન દ્વારા વૃંદાવન પહોંચ્યા. જ્યાં તેમણે શ્રી બાંકે બિહારી મંદિર, નિધિવન અને કુબ્જા કૃષ્ણ મંદિરમાં દર્શન કર્યા. તેઓ વૃંદાવનના સુદામા કુટીની પણ મુલાકાત લેશે અને મથુરામાં શ્રી કૃષ્ણ જન્મસ્થાન ખાતે પૂજા-અર્ચના કરશે.
Site Admin | સપ્ટેમ્બર 25, 2025 2:39 પી એમ(PM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઉત્તરપ્રદેશના વૃંદાવનમાં શ્રી બાંકે બિહારી મંદિર સહિત વિવિધ ધાર્મિક સ્થળોના દર્શન કર્યાં.