રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આર્થિક શક્તિ તરીકે વધતી પ્રતિષ્ઠાની સાથે સાથે ભારતની સાંસ્કૃતિક શક્તિ તરીકે પોતાની ઓળખને મજબૂત કરવા માટે સામૂહિક પ્રયાસની જરૂરિયાત પર ભાર આપ્યો. નવી દિલ્હીમાં આજે લલિત કળા અકાદમી દ્વારા યોજાયેલી 64-મા રાષ્ટ્રીય કળા પ્રદર્શનીના પુરસ્કાર સમારોહમાં રાષ્ટ્રપતિએ કહ્યું, કળા સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધ બનાવવા અને સમાજને વધુ સંવેદનશીલ બનાવવાનું એક સશક્ત માધ્યમ છે. તેમણે ભારતીય કળા સતત વિકસિત થઈ રહી છે તેમ પણ ઉમેર્યું.
લલિત કળા અકાદમી દ્વારા આ વર્ષે કલાકારો દ્વારા બનાવાયેલી કલાકૃતિઓના વેચાણને પ્રોત્સાહન આપવા બદલ સુશ્રી મુર્મૂએ આનંદ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું, તેનાથી કલાકારોને નાણાકીય મદદ મળશે અને દેશની સર્જનાત્મક અર્થવ્યવસ્થા મજબૂત થશે.