રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતની આર્થિક શક્તિ તરીકે વધતી જતી ઓળખની સાથે સાંસ્કૃતિક શક્તિ તરીકેની ઓળખને મજબૂત કરવા માટે સામૂહિક પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. નવી દિલ્હીમાં લલિત કલા અકાદમી દ્વારા આયોજિત 64મા રાષ્ટ્રીય કલા પ્રદર્શન સમારોહમાં સંબોધન કરતાં તેમણે કહ્યું કે, કલા સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધ બનાવવા અને સમાજને વધુ સંવેદનશીલ બનાવવા માટે એક શક્તિશાળી માધ્યમ છે. તેમણે ભાર મૂક્યો કે ભારતીય કલા સતત વિકસિત થઈ રહી છે અને નવા પરિમાણો રજૂ કરી રહી છે.
શ્રીમતી મુર્મુએ લલિત કલા અકાદમી આ વર્ષે કલાકારોની કલાકૃતિઓના વેચાણને પ્રોત્સાહન આપી રહી છે તે અંગે ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે આનાથી કલાકારોને નાણાકીય સહાય મળશે અને દેશની સર્જનાત્મક અર્થવ્યવસ્થા મજબૂત થશે.
રાષ્ટ્રપતિએ ઉમેર્યું કે, તેમની કલાકૃતિઓનું વાજબી મૂલ્ય મળવાથી માત્ર કલાકારોને જ નહીં પરંતુ કલાને વ્યવસાય તરીકે આગળ વધારવા માંગતા લોકોને પણ પ્રોત્સાહન મળશે.
Site Admin | સપ્ટેમ્બર 24, 2025 1:48 પી એમ(PM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સાંસ્કૃતિક શક્તિ તરીકેની ભારતની ઓળખને વધુ મજબૂત કરવા માટે સહિયારા પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો