રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં વર્ષ 2023 માટે 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો એનાયત કર્યા. ફિલ્મ નિર્માણ, વાર્તા કથન અને અભિનયમાં શ્રેષ્ઠતાની ઉજવણી કરવા માટે વિવિધ શ્રેણીઓમાં પુરસ્કારો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે, સુપ્રસિદ્ધ મલયાલમ અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા મોહનલાલને દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જે સિનેમા ક્ષેત્રે સર્વોચ્ચ સન્માન છે. શ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર ‘ટ્વેલ્થ ફેઇલ’ ને અપાયો, જ્યારે શ્રેષ્ઠ હિન્દી ફીચર ફિલ્મનો પુરસ્કાર ‘કટહલ: અ જેકફ્રૂટ મિસ્ટ્રી’ ને આપવામાં આવ્યો હતો. અભિનેતા શાહરૂખ ખાનને ફિલ્મ ‘જવાન’ માટે જ્યારે અભિનેતા વિક્રાંત મેસીને ‘ટ્વેલ્થ ફેઇલ’ માટે શ્રેષ્ઠ અભિનેતા શ્રેણીમાં સન્માનિત કરાયા. ફિલ્મ મિસીસ ચેટર્જી વર્સિસ નોર્વેમાં અભિનય માટે રાની મુખર્જીને શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર એનાયત કરાયો. સુશ્રી મુર્મુએ અભિનેતા મોહનલાલને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર પ્રાપ્ત કરવા બદલ અભિનંદન પાઠવ્યા.
પુરસ્કારો પ્રદાન કર્યા પછી સભાનેસંબોધતા, રાષ્ટ્રપતિ મુર્મુએફિલ્મ ઉદ્યોગમાં બની રહેલી મહિલા કેન્દ્રિત ફિલ્મો અને પુરસ્કારો પ્રાપ્ત કરવા બદલખુશી વ્યક્ત કરી.
Site Admin | સપ્ટેમ્બર 23, 2025 7:44 પી એમ(PM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં વર્ષ 2023 માટે 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો એનાયત કર્યા