ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 23, 2025 9:09 એ એમ (AM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો એનાયત કરશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો એનાયત કરશે. શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો પુરસ્કાર હિન્દી ફિલ્મ 12મી ફેલને અને શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો પુરસ્કાર કથલને આપવામાં આવશે.શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર શાહરૂખ ખાનને જવાન માટે અને વિક્રાંત મેસીને 12મી ફેલ માટે સંયુક્ત રીતે આપવામાં આવશે. અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા મોહનલાલને વર્ષ 2023 માટે પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે પુરસ્કાર પ્રાપ્ત થશે.અભિનેત્રી રાની મુખર્જીને શ્રીમતી ચેટર્જી વર્સિસ નોર્વે માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર, સૌમ્યજીત ઘોષ દસ્તીદાર દ્વારા દિગ્દર્શિત ફ્લાવરિંગ મેનને શ્રેષ્ઠ નોન-ફીચર ફિલ્મનો પુરસ્કાર પ્રાપ્ત થશે. પીયૂષ ઠાકુરને શ્રેષ્ઠ દિગ્દર્શકનો પુરસ્કાર પ્રાપ્ત થશે. ગોડ: વલ્ચર્સ એન્ડ હ્યુમન્સને શ્રેષ્ઠ દસ્તાવેજી પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યો છે.હિન્દી ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીને શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મનો પુરસ્કાર એનાયત કરવામાં આવશે. રાષ્ટ્રીય, સામાજિક અને પર્યાવરણીય મૂલ્યોને પ્રોત્સાહન આપતી શ્રેષ્ઠ ફીચર ફિલ્મ માટે સામ બહાદુરની પસંદગી કરવામાં આવી છે. જી.વી. પ્રકાશ કુમારને તમિલ ફિલ્મ વાથી માટે શ્રેષ્ઠ સંગીત દિગ્દર્શનનો એવોર્ડ મળશે. શિલ્પા રાવ અને પી.વી.એન.એસ. રોહિતને હિન્દી ફિલ્મ જવાન અને તેલુગુ ફિલ્મ બેબી માટે શ્રેષ્ઠ પ્લેબેક સિંગરનો એવોર્ડ મળશે.મલયાલમ ફિલ્મ પુકલમને શ્રેષ્ઠ સંપાદનનો એવોર્ડ મળશે. મરાઠી ફિલ્મ નાલ 2 ને શ્રેષ્ઠ બાળ ફિલ્મનો એવોર્ડ જયારે કેરળ સ્ટોરીને શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફીનો એવોર્ડ મળશે. ઉત્પલ દત્તાને શ્રેષ્ઠ ફિલ્મ વિવેચકનો એવોર્ડ અપાશે.