સપ્ટેમ્બર 17, 2025 2:13 પી એમ(PM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને પ્રધાનમંત્રીને તેમના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને પ્રધાનમંત્રીને તેમના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી. સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે શ્રી મોદીએ તેમના અસાધારણ નેતૃત્વ દ્વારા દેશમાં સખત મહેનત દ્વારા મહાન લક્ષ્યો પ્રાપ્ત કરવાની સંસ્કૃતિ સ્થાપિત કરી છે.
ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે શ્રી મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ, ભારત વૈશ્વિક મંચ પર પોતાની છાપ છોડી રહ્યું છે અને એક વિકસિત રાષ્ટ્ર બનવા તરફ સતત આગળ વધી રહ્યું છે.
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીને બલિદાન અને સમર્પણના પ્રતીક તરીકે વર્ણવ્યા હતા. તેમણે પ્રધાનમંત્રીને લાખો દેશવાસીઓ માટે પ્રેરણાસ્ત્રોત ગણાવ્યા હતા.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શ્રી મોદીને ટેલિફોન પર તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી.
તેમજ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર , ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી, માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ પણ પ્રધાનમંત્રીને તેમના જન્મદિવસ પર શુભેચ્છાઓ પાઠવી.