રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતને ફરી એકવાર વૈશ્વિક વેપાર અને જ્ઞાનનું કેન્દ્ર બનાવવા અપીલ કરી. રાષ્ટ્રપતિ નવી દિલ્હીમાં એન્જિનિયરિંગ એક્સપોર્ટ્સ પ્રમોશન કાઉન્સિલ EEPC ના 70 વર્ષની ઉજવણીમાં સંબોધન કરી રહ્યા હતા. તેમણે ભારતીય અર્થતંત્રને વધુ આત્મનિર્ભર અને નિકાસમાં શ્રેષ્ઠ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
તેમણે કહ્યું કે કોવિડ દરમિયાન આત્મનિર્ભર ભારત માટે નાખવામાં આવેલ પાયો સતત ફળદાયી રહ્યો છે. તેમણે વૈશ્વિક અસ્થિરતાની અસર રાષ્ટ્રીય અર્થતંત્ર પર સૌથી ઓછી અનુભવાય તે આત્મનિર્ભર ભારતનું એક મુખ્ય પરિમાણ છે તેમ કહ્યું હતું.