રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદ દ્વારા પસાર કરાયેલા પાંચ વિધેયકોને મંજૂરી આપી છે. જેમાં ઓનલાઈન ગેમિંગ વિધેયક, આવકવેરા કાયદો 2025, કરવેરા કાયદા (સુધારા) અધિનિયમ 2025, મેનેજમેન્ટ સંસ્થાઓ (સુધારા) અધિનિયમ 2025, ખાણ અને ખનિજો (વિકાસ અને નિયમન) સુધારો અધિનિયમ 2025 અને ભારતીય બંદરો અધિનિયમ 2025નો સમાવેશ થાય છે. આ સાથે જ રાષ્ટ્રપતિએ સંસદના બંને ગૃહોને સ્થગિત કરી દીધા છે. ગઈકાલે ચોમાસુ સત્ર અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવ્યું હતું.
Site Admin | ઓગસ્ટ 23, 2025 9:16 એ એમ (AM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદ દ્વારા પસાર કરાયેલા આવકવેરા અને ઓનલાઈન ગેમિંગ સહિત પાંચ વિધેયકને મંજૂરી આપી
