રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે ૭૯મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કરશે. આ સંબોધન સાંજે ૭ વાગ્યાથી આકાશવાણીના સમગ્ર રાષ્ટ્રીય નેટવર્ક પર પ્રસારિત થશે અને દૂરદર્શનની બધી ચેનલો પર હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજી સંસ્કરણ પ્રસારિત થશે. દૂરદર્શન પર હિન્દી અને અંગ્રેજીમાં સંબોધનનું પ્રસારણ દૂરદર્શનની પ્રાદેશિક ચેનલો દ્વારા પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત કરવામાં આવશે. આકાશવાણી રાત્રે ૯:૩૦ વાગ્યે તેના સંબંધિત પ્રાદેશિક નેટવર્ક પર પ્રાદેશિક ભાષાના સંસ્કરણોનું પ્રસારણ કરશે.
Site Admin | ઓગસ્ટ 13, 2025 7:49 પી એમ(PM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે 79મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રજોગ સંબોધન કરશે
