રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં સ્વચ્છ સર્વેક્ષણ 2024-25 પુરસ્કારો એનાયત કર્યા. આ પ્રસંગે શ્રીમતી મુર્મુએ ભાર મૂક્યો હતો કે સ્વચ્છતા એ વિકસિત ભારત 2047 વિઝનના સૌથી મહત્વપૂર્ણ પાસાઓમાંનું એક છે. તેમણે દેશવાસીઓને દેશને સ્વચ્છ, સ્વસ્થ અને વિકસિત બનાવવા માટે આગળ વધવા અપીલ કરી હતી.
ઇન્દોરે સતત આઠમા વર્ષે ભારતના સૌથી સ્વચ્છ શહેર તરીકેનો ખિતાબ જાળવી રાખ્યો છે. કેન્દ્ર સરકારના વાર્ષિક સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત બીજા ક્રમે રહ્યું છે, જ્યારે નવી મુંબઈ ત્રીજા ક્રમે રહ્યું છે.
3 થી 10 લાખની વસ્તી ધરાવતા શહેરોની શ્રેણીમાં, નોઈડા સૌથી સ્વચ્છ શહેર તરીકે ઉભરી આવ્યું છે, ત્યારબાદ ચંદીગઢ અને મૈસુર આવે છે. 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની શ્રેણીમાં અમદાવાદને પ્રથમ સ્થાન મળ્યું છે.