જુલાઇ 17, 2025 2:56 પી એમ(PM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે નવી દિલ્હીમાં સ્વચ્છતા ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા રાજ્યો અને શહેરોને “સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કાર” એનાયત કર્યાં.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે નવી દિલ્હીમાં સ્વચ્છતા ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા રાજ્યો અને શહેરોને “સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કાર” એનાયત કર્યાં. સ્વચ્છ સર્વેક્ષણ 2024ની યાદી જાહેર થતાં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા સ્વચ્છ શહેરોની શ્રેણીમાં અમદાવાદ સર્વોચ્ચ સ્થાને રહ્યું છે. જ્યારે 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં સુપર સ્વચ્છ લીગમાં સુરત શહેર દેશભરમાં બીજા ક્રમે અને મધ્યપ્રદેશનું ઈન્દોર શહેર પહેલા ક્રમાંકે રહ્યું છે. આ જ કેટેગરીમાં 3 લાખથી 10 લાખની વસ્તી ધરાવતા શહેરોમાં ગાંધીનગર પાંચમા ક્રમે રહ્યું છે. રાષ્ટ્રપતિ મુર્મૂએ રાજ્યના શહેરોના તમામ પુરસ્કાર રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ જે-તે શહેરના મેયર અને અધિકારીને સુપરત કર્યા.
આ પ્રસંગે સંબોધન કરતાં સુશ્રી મુર્મૂએ કહ્યું, સ્વચ્છતા એ દેશની સાંસ્કૃતિક ચેતનાનો પાયો છે. દરમિયાન તેમણે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રયાસોની પ્રશંસા કરતા સ્વચ્છ સર્વેક્ષણ એક સફળ પહેલ સાબિત થઈ હોવાનું જણાવ્યું.