રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે નવી દિલ્હીમાં પ્રતિષ્ઠિત સ્વચ્છ સર્વક્ષણ 2024-25 પુરસ્કાર એનાયત કરશે. આ કાર્યક્રમમાં શહેર ભારતના સૌથી સ્વચ્છ શહેરોને સન્માનિત કરાશે અને સ્વચ્છ ભારત અભિયાન-શહેરીને આગળ વધારવાના પ્રયાસોને માન્યતા અપાશે.
આ વર્ષે આ પુરસ્કાર ચાર શ્રેણીમાં અપાશે, જેમાં સુપર સ્વચ્છ લિગ શહેર અને સૌથી વધુ વસતિ ધરાવતા પાંચ શહેરમાંથી ટોચના ત્રણ સ્વચ્છ શહેરનો સમાવેશ થાય છે. ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલયે જણાવ્યું, આ વર્ષે કુલ 78 પુરસ્કાર અપાશે. સ્વચ્છ સર્વેક્ષણ 2024-25માં શહેરી સ્વચ્છતા અને સેવા વિતરણનું મૂલ્યાંકન કરવા એક સ્માર્ટ અને સકારાત્મક અભિગમ અપનાવાયો છે, જે શહેરોમાં સ્વચ્છતા અને કચરાના વ્યવસ્થાપનનો સર્વાંગી દ્રષ્ટિકોણ રજૂ કરે છે
Site Admin | જુલાઇ 17, 2025 10:13 એ એમ (AM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે નવી દિલ્હીમાં પ્રતિષ્ઠિત સ્વચ્છ સર્વક્ષણ 2024-25 પુરસ્કાર એનાયત કરશે