જુલાઇ 15, 2025 7:46 પી એમ(PM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ વિદ્યાર્થીઓને “દેશ પહેલામાટી પહેલા”ના સંકલ્પ સાથે પોતાને સમાજસેવામાંસમર્પિત કરવા આહ્વાન કર્યું.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું, ભારતનું રાષ્ટ્રીય લક્ષ્ય વૈશ્વિક મહાશક્તિ બનવાનો છે.તેમણે કહ્યું, દેશે માળખાગત સુવિધાઓ, આરોગ્ય સંભાળ, વિજ્ઞાન અને ટૅક્નોલૉજી,કૃત્રિમ બુદ્ધિમત્તા- A.I. અને અન્યક્ષેત્રોમાં ઘણો વિકાસ કર્યો છે. રાષ્ટ્રપતિએ કહ્યું, વર્ષ 2047 સુધીમાં વિકસિત દેશ બનાવવાના લક્ષ્યને પ્રાપ્ત કરવા રાષ્ટ્ર-નિર્માણ અને ભારતના ભવિષ્યને ઘડવામાં શિક્ષણની કેન્દ્રીય ભૂમિકા છે.      
આજે ઓડિશામાં કટકના રાવેનશૉ વિશ્વ-વિદ્યાલયના 13-મા પદવીદાન સમારોહમાં રાષ્ટ્રપતિ મુર્મૂએ વિદ્યાર્થીઓને “દેશ પહેલા માટી પહેલા”ના સંકલ્પને જીવનભર યાદ રાખવા અને ઈમાનદારી અને જવાબદારીની મજબૂત ભાવના સાથે પોતાને સમાજસેવામાં સમર્પિત કરવા આહ્વાન કર્યું. સુશ્રી મુર્મૂએ યુવાનોને ઉદ્યમી બનવા પણ જણાવ્યું.