જુલાઇ 14, 2025 7:39 પી એમ(PM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ હરિયાણા અને ગોવામાં નવા રાજ્યપાલો અને લદ્દાખમાં નવા ઉપરાજ્યપાલની નિમણૂક કરી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે હરિયાણા અને ગોવામાં નવા રાજ્યપાલો અને લદ્દાખમાં નવા ઉપરાજ્યપાલની નિમણૂક કરી હતી. ભૂતપૂર્વ નાગરિક ઉડ્ડયન મંત્રી પુસાપતિ અશોક ગજપતિ રાજુને ગોવાના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જ્યારે પ્રો. અસીમ કુમાર ઘોષ હરિયાણાના રાજ્યપાલ હશે. કવિંદર ગુપ્તાને લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિએ લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર બ્રિગેડિયર નિવૃત્ત ડૉ. બી. ડી. મિશ્રાનું રાજીનામું પણ સ્વીકારી લીધું હતું.