જુલાઇ 14, 2025 9:27 એ એમ (AM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઓડિશાના બે દિવસના પ્રવાસે જશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઓડિશાના બે દિવસના પ્રવાસે જશે. શ્રીમતી મુર્મુ સાંજે ભુવનેશ્વરના બીજુ પટનાયક આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર પહોંચશે. જ્યાંથી તેઓ અખિલ ભારતીય તબીબી વિજ્ઞાન સંસ્થા-AIIMS, ભુવનેશ્વરના પાંચમા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે.આવતીકાલે, શ્રીમતી મુર્મુ રેવેનશો વિશ્વવિદ્યાલયન 13મા વાર્ષિક પદવીદાન સમારોહમાં હાજરી આપશે અને કટક ખાતે રેવેનશો ગર્લ્સ હાઇસ્કૂલની ત્રણ ઇમારતોના પુનર્વિકાસ કાર્યનો શિલાન્યાસ કરશે. તેઓ આદિકબી સરલા દાસની જન્મજયંતિ ઉજવણીમાં પણ ઉપસ્થિત રહેશે અને કટક ખાતે 2024 માટે કલિંગ રત્ન પુરસ્કાર પ્રદાન કરશે.