રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ જણાવ્યું છે, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ-AIIMSની મેડિકલ સારવાર વ્યવસ્થાએ સમગ્ર વિશ્વમાં ભારતની છબીને વધુ મજબૂત બનાવી છે. AIIMS, ગોરખપુરનાં પ્રથમ પદવીદાન સમારોહને સંબોધતા સુશ્રી મુર્મૂએ જણાવ્યું કે, મેડિકલ ટુરિઝમની દ્રષ્ટિએ ભારત મહત્વપૂર્ણ દેશ બની ગયો છે. વિશ્વનાં તમામ દેશોની સરખામણીમાં ભારતમાં સસ્તી મેડિકલ સારવાર ઉપલબ્ધ છે.
અગાઉ, ઉત્તરપ્રદેશના બરેલીમાં ભારતીય પશુ ચિકિત્સા સંશોધન સંસ્થાના પદવીદાન સમારોહને સંબોધતા રાષ્ટ્રપતિએ ગ્રામ્ય ક્ષેત્રોમાં પશુ ચિકિત્સા દેખરેખના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે, પશુઓનું યોગ્ય સમયે આરોગ્ય નિદાન કરવા ગામડાઓમાં નિયમિત પશુ આરોગ્ય મેળાઓ યોજવા જોઇએ.