જૂન 29, 2025 7:13 પી એમ(PM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે ઉત્તર પ્રદેશના બે દિવસના પ્રવાસે જશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે ઉત્તર પ્રદેશના બે દિવસના પ્રવાસે જશે. તેઓ બરેલીમાં ભારતીય પશુચિકિત્સા સંશોધન સંસ્થાના ૧૧મા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે.
રાષ્ટ્રપતિ મુર્મુ ૧ જુલાઈના રોજ ગોરખપુરમાં મહાયોગી ગુરુ ગોરખનાથ આયુષ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કરશે. આ દરમિયાન, તેઓ ગોરખપુરમાં મહાયોગી ગોરખનાથ યુનિવર્સિટીની પણ મુલાકાત લેશે, જ્યાં તેઓ તેના ઓડિટોરિયમ, શૈક્ષણિક બ્લોક અને પંચકર્મ કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે અને નવી કન્યા છાત્રાલયનો શિલાન્યાસ કરશે.