જૂન 21, 2025 7:53 પી એમ(PM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે વૈશ્વિક સમુદાય હવે યોગ પ્રત્યે વધુ આદર ધરાવે છે

આજે દેશ સહિત વિશ્વભરમાં ખૂબ જ ઉત્સાહ અને વ્યાપક ભાગીદારી સાથે ૧૧મોઆંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએઅલગ-અલગ યોગ સત્રોમાં ભાગ લઈને ઉજવણીનું નેતૃત્વ કર્યું.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે વૈશ્વિક સમુદાય હવે યોગપ્રત્યે વધુ આદર ધરાવે છે અને મહાદ્વિપોના લોકો તેનો લાભ લઈ રહ્યા છે. તેઓ આજે દહેરાદૂનમાં પોલીસ લાઇન ખાતે આયોજિત યોગ શિબિરને સંબોધિત કરી રહ્યા હતા.રાષ્ટ્રપતિએ વૈશ્વિક મંચ પર યોગને પ્રોત્સાહન આપવામાં ભારતની મહત્વપૂર્ણ ભૂમિકાનોપણ ઉલ્લેખ કર્યો.