રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશની 15 નર્સ અને સહાયક નર્સ મિડવાઈફ-ANMને રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઈટિંગેલ પુરસ્કારથી સન્માનિત કર્યા છે. જેમાં કેન્દ્રશાસિત પ્રદેશ દમણની ANM સરોજ પટેલને પણ આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. અમારા પ્રતિનિધિ પ્રદીપ ભાવસાર જણાવે છે કે સરોજ પટેલ હાલ દેવકા વેલનેસ સેન્ટરમાં ફરજ બજાવે છે. ઉલ્લેખનીય છે કે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર આરોગ્ય મંત્રાલય દ્વારા દેશમાં નર્સિંગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ અને સમર્પિત સેવાઓ બદલ આપવામાં આવે છે.
Site Admin | મે 30, 2025 7:42 પી એમ(PM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દમણના સરોજ પટેલ સહિત દેશની 15 નર્સને રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઈટિંગેલ પુરસ્કારથી સન્માનિત કર્યા
