ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 3, 2024 8:10 પી એમ(PM) | રાષ્ટ્રપતિ

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મએ તેમનાં ત્રણ દિવસનાં મહારાષ્ટ્ર પ્રવાસનાં બીજા દિવસે આજે મહારાષ્ટ્ર વિધાનપરિષદનાં શતાબ્દિ વર્ષ નિમિત્તે મુંબઇમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મએ તેમનાં ત્રણ દિવસનાં મહારાષ્ટ્ર પ્રવાસનાં બીજા દિવસે આજે મહારાષ્ટ્ર વિધાનપરિષદનાં શતાબ્દિ વર્ષ નિમિત્તે મુંબઇમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી.
રાષ્ટ્રપતિએ આ અગાઉ મુંબઇમાં ચૈત્ય ભૂમિ ખાતે બાબાસાહેબ ડોક્ટર બી આર આંબેડકરને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા અને જણાવ્યું હતું કે, ભારતીય બંધારણનાં ઘડવૈયાના મૂલ્યો અને આદર્શો આપણા રાષ્ટ્રનું માર્ગદર્શન કરતા રહેશે.
અગાઉ સુશ્રી મુર્મુએ પૂણેમાં સિમ્બાયોસિસ યુનિવર્સિટીના 21મા પદવીદાન સમારોહમાં હાજરી આપ હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, તમામ શિક્ષણ સંસ્થાઓએ વિદ્યાર્થિનીઓ માટે સલામત વાતાવરણ સુનિશ્ચિત કરવું જોઇએ.
આવતી કાલે રાષ્ટ્રપતિ લાતુરમાં ઉદગીર ખાતે બુધ્ધ વિહારનું ઉદઘાટન કરશે.