રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે ન્યાય પૂરો પાડવા માટે મધ્યસ્થી એક આવશ્યક ભાગ છે. મધ્યસ્થી માત્ર વિચારણા હેઠળના ચોક્કસ કેસમાં જ નહીં પણ મોટી સંખ્યામાં કેસોના ભારણને ઘટાડીને ન્યાય ઝડપી બનાવી શકે છે.
નવી દિલ્હીમાં મધ્યસ્થી પર રાષ્ટ્રીય પરિષદમાં બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે 2047 સુધીમાં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે મધ્યસ્થી એક મહત્વપૂર્ણ માધ્યમ છે. તેમણે કહ્યું કે મધ્યસ્થી સંવાદ, સમજણ અને સહયોગને પ્રોત્સાહન આપે છે.
આ પ્રસંગે, મુખ્ય ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાએ કહ્યું કે છેલ્લા બે દાયકામાં વિવાદોના ઉકેલમાં મધ્યસ્થીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમણે માહિતી આપી કે 2016 થી 2025 વચ્ચે મધ્યસ્થી દ્વારા સાત લાખ 57 હજારથી વધુ કેસોનું નિરાકરણ લાવવામાં આવ્યું છે. મધ્યસ્થી હજુ પણ ઘરો અને ગામડાઓ સુધી પહોંચી શકી નથી કારણ કે તે હજુ પણ હાંસિયામાં છે.
કાયદા અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલ, સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ બી.આર.ગવઈ અને એટર્ની જનરલ આર. વેંકટરમણીએ પણ આ પરિષદમાં હાજરી આપી હતી.
Site Admin | મે 3, 2025 7:52 પી એમ(PM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે ન્યાય પૂરો પાડવા માટે મધ્યસ્થી એક આવશ્યક ભાગ છે.