રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત પ્રથમ નાગરિક સન્માન સમારોહમાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓને પદ્મ પુરસ્કારો એનાયત કર્યા. પદ્મ પુરસ્કારો ત્રણ શ્રેણીઓમાં આપવામાં આવે છે – પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી. પુરસ્કાર વિજેતાઓમાં ડી નાગેશ્વર રેડ્ડીનો સમાવેશ થાય છે જેમને દવામાં તેમના યોગદાન બદલ પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જાપાનના ઓસામુ સુઝુકી જેમને મરણોત્તર પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. શેખર કપૂર, પીઆર શ્રીજેશ, એસ અજિત કુમારને પદ્મ ભૂષણ મળ્યો. ક્રિકેટર રવિચંદ્રન અશ્વિન, પૂર્વ SBI ચેરમેન અરુંધતી ભટ્ટાચાર્યને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા.
ગુજરાત રાજ્યના પદ્મ પુરસ્કાર વિજેતાઓમાં ફાર્મા ઉદ્યોગના અગ્રણી અને ઉદ્યોગપતિ પંકજ આર. પટેલને, વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે તેમના યોગદાન માટે તેમને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા.
‘સહયોગ કૃષ્ઠ યજ્ઞ ટ્રસ્ટ’, ગુજરાતના સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી સુરેશ હરિલાલ સોનીને સામાજિક કાર્ય માટે, સુપ્રસિધ્ધ ગુજરાતી કવિ અને ગીતકાર તુષાર શુક્લને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રમાં અને કલા ઇતિહાસકાર અને સંગ્રહાલય નિષ્ણાત- પ્રો.રતનકુમાર પરીમુને કલા ક્ષેત્રે અને જાણીતા કવિ અને નિબંધકાર સ્વર્ગસ્થ ચંદ્રકાંત શેઠને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા.
Site Admin | એપ્રિલ 28, 2025 7:51 પી એમ(PM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોને પદ્મ પુરસ્કારો એનાયત કર્યા.