રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોપના અંતિમ સંસ્કાર વિધિમાં ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ મુર્મુ ગઈકાલે રોમ પહોંચ્યા અને વેટિકન સિટીમાં પોપ ફ્રાન્સિસને શ્રદ્ધાંજલિ આપી હતી. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ, લઘુમતી બાબતોના રાજ્યમંત્રી જ્યોર્જ કુરિયન અને ગોવા વિધાનસભાના ઉપાધ્યક્ષ જોશુઆ ડિસોઝા પણ તેમની સાથે છે.
વર્ષ 1903 બાદ પહેલી વાર પોપના અંતિમ સંસ્કાર વેટિકન સિટીની બહાર થઈ રહ્યા છે. આ અગાઉ 1903 માં પોપ લીઓ તેરમાંને વેટિકનની બહાર દફનાવવામાં આવ્યા હતા.
પોપ ફ્રાન્સિસ રોમન કેથોલિક ચર્ચના વડા બનનારા પ્રથમ લેટિન અમેરિકન પોપ હતા. 21 એપ્રિલના રોજ 88 વર્ષની વયે તેમનું અવસાન થયું.
Site Admin | એપ્રિલ 26, 2025 8:18 એ એમ (AM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વેટિકન સિટીમાં પોપ ફ્રાન્સિસને શ્રદ્ધાંજલિ આપી – આજે અંતિમ સંસ્કાર વિધિમાં ઉપસ્થતિ રહેશે
