ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી ત્રણ દિવસ મહારાષ્ટ્રના પ્રવાસે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી ત્રણ દિવસ મહારાષ્ટ્રના પ્રવાસે જશે. આજે પહેલા દિવસે રાષ્ટ્રપતિ કોલ્હાપૂરના શ્રી વારણા મહિલા સહકારી સમૂહના સુવર્ણ જયંતિ સમારોહમાં ઉપસ્થિ તરહેશે. જ્યારે આવતીકાલે સુશ્રી મુર્મૂ પુણેના સિમ્બાયોસીઝ આંતરરાષ્ટ્રીય વિશ્વવિદ્યાલયના 21મા પદવીદાન સમારોહમાં સંબોધન કરશે.
ઉપરાંત રાષ્ટ્રપતિ મુંબઈમાં મહારાષ્ટ્ર વિધાન પરિષદના શતાબ્દી વર્ષ સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે. પ્રવાસના અંતિમ દિવસે તેઓ લાતૂરના ઉદગીર ખાતે બૌદ્ધ વિહારનું ઉદ્ઘાટન કરશે અને સાથે જ તેઓ શાસન આપલ્યા દારી તથા મુખ્યમંત્રી માઝી લડકી બહિન યોજનાના લાભાર્થીઓ સાથે મુલાકાત કરશે.