ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 25, 2025 8:27 એ એમ (AM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોપ ફ્રાન્સિસના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે આજે વેટિકન સિટીની બે દિવસની મુલાકાતે રવાના થશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોપ ફ્રાન્સિસના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે આજે વેટિકન સિટીની બે દિવસની મુલાકાતે જશે. રાષ્ટ્રપતિ મુર્મુ ત્યાં ભારત સરકાર અને નાગરિકો વતી શોક વ્યક્ત કરશે.
વિદેશ મંત્રાલયના નિવેદનમાં જણાવાયું છે કે રાષ્ટ્રપતિ આજે સેન્ટ પીટર્સ બેસિલિકામાં પોપ ફ્રાન્સિસને શ્રદ્ધાંજલિ આપશે. આવતીકાલે તેમના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે. વિશ્વભરના અન્ય મહાનુભાવો પણ હાજર રહેશે.
પોપ ફ્રાન્સિસનું 21 એપ્રિલના રોજ નિધન થયું હતું. આવતીકાલે તેમના અંતિમ સંસ્કાર નિમિત્તે રાજકીય શોક રાખવામાં આવશે.તમામ ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ