એપ્રિલ 10, 2025 7:53 પી એમ(PM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું, ભારત ટૂંક સમયમાં સૌથી મોટું અર્થતંત્ર બનવા જઈ રહ્યું છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સ્લૉવાકિયાના બ્રાતિસ્લાવામાં વિદેશ મંત્રાલયમાં સ્લૉવાકિયા-ભારત વેપાર મંચનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે સ્લૉવાકિયાના રાષ્ટ્રપ્રમુખ પિટર પેલિગ્રિની અને વિદેશ મંત્રી જુરાજ બ્લાનૅર પણ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું, આ મંચ સહકાર બનાવવા અને વેપારની તકને પરસ્પર ભાગીદારીમાં બદલવાની એક શ્રેષ્ઠ તક પૂરી પાડે છે.
સુશ્રી મુર્મૂએ કહ્યું, ભારત સૌથી ઝડપથી વધતું અર્થતંત્ર છે અને ટૂંક સમયમાં સૌથી મોટું અર્થતંત્ર બનવા જઈ રહ્યું છે. રાષ્ટ્રપતિએ ઉમેર્યું, સશક્ત ઔદ્યોગિક અને વ્યૂહાત્મક આધારની સાથે સ્લૉવાકિયા ભારતને નવી તક પૂરી પાડે છે. ભારતની પ્રતિભા સ્લૉવાકિયાના અર્થતંત્ર માટે કિંમતી સાબિત થશે.
સ્લૉવાકિયાના રાષ્ટ્રપ્રમુખે આ પ્રસંગે કહ્યું, આ વેપાર મંચ તકને સફળતામાં ફેરવશે. તેમણે કહ્યું, બંને દેશ એક-બીજાથી ભલે દૂર છે, પરંતુ પરસ્પર સંબંધ ઘણા મજબૂત થઈ રહ્યા છે.