રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોર્ટુગલની તેમની સફળ સત્તાવાર મુલાકાત બાદ આજે વહેલી સવારે સ્લોવાકિયાની રાજધાની બ્રાતિસ્લાવા પહોંચ્યા છે.રાષ્ટ્રપતિની પોર્ટુગલ મુલાકાત બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ રહી. વિદેશ મંત્રાલયના સચિવ તન્મય લાલે જણાવ્યું કે, રાષ્ટ્રપતિએ પોર્ટુગલના પ્રધાનમંત્રી લુઈસ મોન્ટેનેગ્રો સાથે ખૂબ જ ફળદાયી બેઠક કરી. બંને નેતાઓએ દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી અને વિવિધ ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ વધારવા પર ભાર મૂક્યો. તેમણે ઉમેર્યું રાષ્ટ્રપતિ મુર્મુ અને પ્રધાનમંત્રી મોન્ટેનેગ્રો વચ્ચે ઉચ્ચ-સ્તરીય વાટાઘાટો ઉપરાંત, વિવિધ સ્તરે દ્વિપક્ષીય ચર્ચાઓ પણ થઈ હતી.
Site Admin | એપ્રિલ 9, 2025 9:31 એ એમ (AM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોર્ટુગલની તેમની સફળ સત્તાવાર મુલાકાત બાદ આજે વહેલી સવારે સ્લોવાકિયાની રાજધાની બ્રાતિસ્લાવા પહોંચ્યા