રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોર્ટુગલના લિસ્બન શહેરનો પ્રતિષ્ઠિત “કી ઓફ ઓનર” એનાયત કરવામાં આવ્યો છે લિસ્બનના મેયર કાર્લોસ મોએડાસ દ્વારા રજૂ કરાયેલા આ સન્માન થી તેમને શહેરના માનદ નાગરિક તરીકે સત્તાવાર રીતે માન્યતા આપવામાં મળી છે “કી ટુ ધ સિટી ઓફ લિસ્બન” શહેર દ્વારા આપવામાં આવતો સર્વોચ્ચ સન્માન છે. રાષ્ટ્રપતિ મુર્મુએ મેયર અને લિસ્બનના લોકોનો આ પ્રતિષ્ઠિત પુરસ્કાર બદલ આભાર વ્યક્ત કર્યો.
સમારોહને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતીય નાગરિકો પોર્ટુગલમાં બે સંસ્કૃતિઓ વચ્ચે સેતુ તરીકે સેવા આપે છે અને દેશના અર્થતંત્રમાં યોગદાન આપે છે. રાષ્ટ્રપતિએ 2047 સુધીમાં “વિકસિત ભારત” ના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે, પોર્ટુગલને એક વિશ્વસનીય ભાગીદાર તરીકે જોતા, ટકાઉ વિશ્વને પ્રોત્સાહન આપવાની ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો
Site Admin | એપ્રિલ 8, 2025 8:15 એ એમ (AM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોર્ટુગલના લિસ્બન શહેરનો પ્રતિષ્ઠિત “કી ઓફ ઓનર” એનાયત કરવામાં આવ્યો