એપ્રિલ 7, 2025 9:35 એ એમ (AM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોર્ટુગલ અને સ્લોવાકિયાની મુલાકાતના પ્રથમ તબક્કામાં આજે લિસ્બન પહોંચ્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોર્ટુગલ અને સ્લોવાકિયાની તેમની રાજકીય મુલાકાતના પ્રથમ તબક્કામાં આજે વહેલી સવારે લિસ્બન પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ મુર્મુ તેમના પોર્ટુગલના સમકક્ષ માર્સેલો રેબેલો ડી સોસા સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરશે. તેઓ પ્રધાનમંત્રી લુઈસ મોન્ટેનેગ્રો અને સંસદના અધ્યક્ષ જોસ પેડ્રો એગ્વાયર બ્રાન્કોને પણ મળશે.લિસ્બનનાં મેયર રાષ્ટ્રપતિનાં સન્માનમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરશે. રાષ્ટ્રપતિ પોર્ટુગલમાં ભારતીય સમુદાયના સભ્યોને પણ મળશે અને તેઓ વિવિધ યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓના કેટલાક ભારતીય સંશોધકોને મળે તેવી શક્યતા છે.